લીડ બેંક ની જવાબદારી ની સોંપણી
RBI/2018-19/158 01 એપ્રિલ, 2019 ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર પ્રિય મહોદય/મહોદયા લીડ બેંક ની જવાબદારી ની સોંપણી : તારીખ 2 જાન્યુઆરી, 2019 ના ભારત ના ગેઝેટ ની સુચના G.S.R. 2(E) મુજબ વિજયા બેંક અને દેના બેંક નું બેંક ઓફ બરોડા સાથે વિલીનીકરણ સૂચિત કરવામાં આવ્યું છે .આ ‘વિજયા બેંક અને દેના બેંક નું બેંક ઓફ બરોડા સાથે વિલીનીકરણ 2019’ નામની યોજના, તારીખ 01 એપ્રિલ 2019 થી અમલી બનશે. 2. આના અનુસન્ધાને, વિજયા બેંક અને દેના બેંક ની નીચેના જીલ્લાઓ ની લીડ બેંક ની જવાબદારી ની સોંપણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. તે મુજબ, લીડ બેંક ની જવાબદારી ની સોંપણી નીચે મુજબ કરવામાં આવેલ છે :-
3. દેશભર ના અન્ય જીલ્લાઓ ની લીડ બેંક ની જવાબદારીઓ બાબત માં કોઈ ફેરફાર નથી. આપનો વિશ્વાસુ, (ગૌતમ પ્રસાદ બોરાહ) |
પેજની છેલ્લી અપડેટની તારીખ: