RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78498953
અનુસૂચિત કોમર્શિયલ બેંકો (એસસીબી) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી સ્વરૂપ (પેટર્ન)- માર્ચ 31, 2017

અનુસૂચિત કોમર્શિયલ બેંકો (એસસીબી) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી સ્વરૂપ (પેટર્ન)- માર્ચ 31, 2017

ડિસેમ્બર 20, 2017

અનુસૂચિત કોમર્શિયલ બેંકો (એસસીબી) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી સ્વરૂપ (પેટર્ન)- માર્ચ 31, 2017

આજે, રિઝર્વ બૅંકે 31 મી માર્ચ, 2017 ના રોજની અનુસૂચિત કોમર્શિયલ બેન્કો (એસસીબીઝ) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી પેટર્ન અંગેની માહિતી પ્રકાશિત કરી હતી. બેંકની શાખાઓ /કચેરીઓ સ્થિત છે તે કેન્દ્રોનું વસ્તી જૂથ વર્ગીકરણ 2011ની વસતિ ગણતરી પર આધારિત છે. તે ઉપરાંત, આ ડેટા પ્રકાશનમાં ફેબ્રુઆરી 2017 માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ 1934ની બીજી સૂચિમાં ઉમેરવામાં આવેલી બે નાની નાણાં બેન્કો (એસએફબી) ને આવરી લેવામાં આવી છે.

વિશેષતાઓ (હાઈલાઈટ્સ):

1. તમામ પ્રકારની થાપણોમાં અને તમામ વસ્તી જૂથો / સ્થાનિક બેન્કોનાં જૂથોમાં કુલ થાપણોમાં કુટુંબોનો હિસ્સો વધ્યો હતો. વિદેશી બેન્કોમાં થાપણોનો મોટો ભાગ ખાનગી કોર્પોરેટ સેક્ટર ધરાવતું હતું.

2. ભૂતકાળથી વિપરીત, વ્યક્તિઓની થાપણોમાં થયેલ બે તૃતીયાંશ કરતાં વધુ વધારો બચત થાપણોના સ્વરૂપમાં હતો.

3. કુટુંબો અને સરકારી ક્ષેત્રોએ સમગ્ર વધતી થાપણોમાં ફાળો આપ્યો છે, જ્યારે નાણાંકીય અને વિદેશી ક્ષેત્રોની થાપણોમાં ઘટાડો થયો છે.

4. વર્ષ દરમિયાન વિદેશી બેંકોમાંથી બિન-નિવાસી થાપણો નો આઉટફલો હતો.

5. મહારાષ્ટ્ર એ (20.4 ટકા) બેંક થાપણોમાં તેના હિસ્સામાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, ત્યારબાદ દિલ્હી (10 ટકા) નેશનલ કેપિટલ ટેરિટરી (એનસીટી) ની છે.

6. વર્ષ 2016-17 દરમ્યાન કુટુંબોની વધેલી થાપણોમાં સૌથી વધુ યોગદાન ઉત્તર પ્રદેશ (12.7 ટકા) નું રહ્યું હતું, ત્યાર પછી મહારાષ્ટ્ર (9.5 ટકા), પશ્ચિમ બંગાળ (8.0 ટકા) અને ગુજરાત (7.1 ટકા) નો ક્રમ આવે છે.

31 માર્ચ, 2017 ના રોજ નો ડિપોઝિટ એકાઉન્ટ્સ, સંસ્થાકીય ક્ષેત્રો, વસ્તી જૂથો અને બેંક જૂથોમાં વિસ્તૃત પ્રવાહોના વિશ્લેષણનો વિગતવાર લેખ આરબીઆઈ બુલેટિનમાં પ્રકાશિત થશે.

અનિરુધ ડી. જાધવ
મદદનીશ મેનેજર

પ્રેસ પ્રકાશન: 2017-2018/1693

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?