સ્પેસીફાઇડ બેંક નોટો (SBN) ની નાની બચત યોજનાઓમાં ડીપોઝીટ
RBI/2016-17/151 23 નવેમ્બર 2016 ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદય, સ્પેસીફાઇડ બેંક નોટો (SBN) ની નાની બચત યોજનાઓમાં ડીપોઝીટ વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવા પર ના અમારા તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર No. DCM (Plg) No.1226 /10.27.00/2016-17 નું અવલોકન કરો. 2. અમે જણાવીએ છીએ કે ભારત સરકારે નિર્ણય લીધેલો છે કે નાની બચત યોજનાઓના ફાળો આપનારાઓ ને નાની બચત યોજનાઓમાં એસબીએન ને ડીપોઝીટ કરવા નહી દેવાય. તેથી, બેન્કોને તત્કાલ અસરથી નાની બચત યોજનાઓમાં ડીપોઝીટ માટે સ્પેસીફાઇડ બેન્ક નોટો નો સ્વીકાર નહી કરવાનું જણાવવામાં આવે છે. 3. કૃપયા પ્રાપ્તિ સુચના મોકલો આપનો વિશ્વાસુ, (પી. વિજય કુમાર) |
પેજની છેલ્લી અપડેટની તારીખ: