બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક અંતર્ગત નિર્દેશ – શ્રી ગણેશ સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર – અવધિનો વિસ્તાર
ડિસેમ્બર 24, 2018 બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની ભારતીય રિઝર્વ બેંકે લોકહિતમાં બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક ની પેટા-કલમ (1) ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 56 ને વાંચતા, તે કલમોના હેઠળ ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં શ્રી ગણેશ સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર ના માટે એપ્રિલ 01, 2013ના રોજ કારોબાર સમાપ્તિથી નિર્દેશ જારી કરેલ હતો. ભારતીય રિઝર્વ બેંકે આ નિર્દેશની અવધિ હવે ડિસેમ્બર 30, 2018 થી માર્ચ 28, 2019 સુધી વધુ ત્રણ મહિના માટે લંબાવી છે. જનતાના અવલોકનાર્થે બેંકના પરિસરમાં નિર્દેશની પ્રતિલિપિ પ્રદર્શિત કરવામાં આવેલ છે. પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને ભારતીય રિઝર્વ બેંક નિર્દેશમાં સુધારા કરી શકે છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્દેશ જારી કરવાનું એમ અર્થઘટન કરવામાં ન આવે કે ભારતીય રિઝર્વ બેંકે બેંકનુ લાઇસંસ રદ કર્યું છે. બેંકની નાણાકીય સ્થિતિમાં સુધારો આવે ત્યાં સુધી બેંક પ્રતિબંધો સાથે બેંકિંગ કારોબાર કરવાનુ ચાલુ રાખશે. અનિરુદ્ધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન : 2018-2019/1448 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: