ભારતીય રિઝર્વ બેંક મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹ ૨૦ ની બેંક નોટ જારી કરશે
૨૬ એપ્રિલ ૨૦૧૯ ભારતીય રિઝર્વ બેંક મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹ ૨૦ ની બેંક નોટ જારી કરશે ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૨૦ ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરશે જેની ઉપર ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર શ્રી શક્તિકાન્ત દાસ ના હસ્તાક્ષર હશે. નવા અંકિત મૂલ્યની બેંક નોટના પૃષ્ઠ ભાગમાં ઈલોરા ગુફાઓનું ચિત્ર છે જે દેશના સાંસ્કૃતિક વારસાનું નિરૂપણ કરે છે. નોંટનો મુખ્ય રંગ લીલોતરી પીળો છે. નોટની આગળ તથા પાછળ બંને પૃષ્ઠો પર અન્ય ડિઝાઇન, ભૌમિતિક પેટર્ન છે જેને એકંદર રંગ યોજના સાથે ગોઠવવામાં આવેલ છે. રિઝર્વ બેંક દ્વારા અગાઉની શ્રેણીમાં જારી કરાયેલ ₹૨0 ના અંકિત મૂલ્યની તમામ બેંક નોટ માન્ય ચલણ રહેશે. મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹ ૨૦ ના અંકિત મૂલ્યની બેંક નોટનું ચિત્ર તથા મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે: i. ચિત્ર: અગ્ર ભાગ (આગળ) ![]() પૃષ્ઠ ભાગ (પાછળ) ![]() ii. મુખ્ય વિશેષતાઓ અગ્ર ભાગ (આગળ) ૧. અંકિત મૂલ્ય અંક ૨૦ સાથે આર પાર મેચિંગ ૨. દેવનાગરીમાં અંકિત મૂલ્ય અંક २० ૩. વચ્ચે મહાત્મા ગાંધીની તસવીર ૪. સૂક્ષ્મ અક્ષરો 'RBI', 'भारत', 'INDIA' અને '20' ૫. 'भारत', અને 'RBI' અભિલેખ સાથે વિન્ડો બિન-મેટાલિક સુરક્ષા તાર (થ્રેડ) ૬. મહાત્મા ગાંધીના ચિત્રની જમણી બાજુ ગેરંટી કલમ, પ્રોમિસરી નોટ સહિત ગવર્નરનાં હસ્તાક્ષર અને ભારતીય રિઝર્વ બેન્કનું પ્રતીક ૭. જમણી બાજુ અશોક સ્તંભ પ્રતીક ૮. મહાત્મા ગાંધી નું ચિત્ર અને ઇલેક્ટ્રોટાઈપ (20) વૉટરમાર્ક ૯. સૌથી ઉપર ડાબી બાજુએ તથા જમણી બાજુ તળિયે નાનાથી મોટા થતા અંક સાથે નંબર પેનલ પૃષ્ઠ ભાગ (પાછળ) ૧૦. ડાબી બાજુ નોટ છાપવાનું વર્ષ ૧૧. સ્લોગન સાથે સ્વચ્છ ભારત લોગો ૧૨. ભાષા પેનલ ૧૩. ઈલોરા ગુફાઓનું ચિત્ર ૧૪. દેવનાગરીમાં અંકિત મૂલ્ય અંક २० બેન્ક નોટ નું કદ ૬૩ એમએમ x ૧૨૯ એમએમ રહેશે યોગેશ દયાલ પ્રેસ પ્રકાશન: ૨૦૧૮-૨૦૧૯/૨૫૫૫ |
પેજની છેલ્લી અપડેટની તારીખ: